- સર્જકો
- પુસ્તકો
- શબ્દકોશ
- વીડિયો
- વિષય
- શુભારંભ સમારોહ
સ્વામી વિવેકાનંદ
- તમામ
- પરિચય
- પુસ્તકો 27
સ્વામી વિવેકાનંદ રચિત પુસ્તકો
સ્વામી વિવેકાનંદ સર્જકના પુસ્તકો.
ગુરુ-શિષ્ય સંવાદ
સ્વામી વિવેકાનંદ એમના સદુપદેશ ભાગ 1 થી 5 - ગ્રંથ 2
વિવેકાનંદ વિચારમાલા - તૃતીય પુષ્પ : જ્ઞાનયોગ
સ્વામી વિવેકાનંદના વચનામૃત
સ્વામી વિવેકાનંદ એમના સદુપદેશ ભાગ 10
સ્વામી વિવેકાનંદ એમના સદુપદેશ ભાગ 6-7
સ્વામી વિવેકાનંદના સદુપદેશ ભાગ 5
સ્વામી વિવેકાનંદના પત્રો
શ્રી પાતાંજલ યોગદર્શન
સ્વામી વિવેકાનંદ એમના સદુપદેશ ભાગ 2
SaralEssay.in
- તમામ ગુજરાતી નિબંધ
- સમાનાર્થી શબ્દો
- વિરુદ્ધાર્થી શબ્દો
- તળપદા શબ્દોો
- શબ્દસમૂહ માટે એક શબ્દો
- રૂઢિપ્રયોગો અને તેના અર્થ
- નિપાત
- કૃદંત
- અલંકાર
- સમાનાર્થી શબ્દો ધોરણ પ્રમાણે
- Privacy Policy
- Create your Blog
સ્વામી વિવેકાનંદ ગુજરાતી નિબંધ | Swami Vivekananda Essay in Gujarati [2024]
સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ
સ્વામી વિવેકાનંદ વિશે ગુજરાતીમાં નિબંધ.
- પ્રસ્તાવના
- બાળપણ અને શિક્ષણ
- આધ્યાત્મિક શોધ
- રામકૃષ્ણ મિશનની સ્થાપના
- વિશ્વ ધર્મ પરિષદ
- ભારતમાં રાષ્ટ્રવાદ
- ઉપસંહાર
10 Lines on Swami Vivekananda in Gujarati
- સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી, 1863ના રોજ કલકત્તામાં નરેન્દ્રનાથ દત્ત નામ થી થયો હતો.
- તેઓ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને રામકૃષ્ણ મિશનના સ્થાપક હતા.
- તેમણે 1893માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
- તેમણે વેદાંત અને યોગના વિચારોને પશ્ચિમમાં પ્રસ્તુત કર્યા.
- તેઓ ભારતના રાષ્ટ્રવાદી ચળવળના પ્રખર સમર્થક હતા.
- તેમણે યુવાનોને શક્તિશાળી અને આત્મનિર્ભર બનવાનો આહ્વાન આપ્યો.
- તેમણે ગરીબો અને અસહાયોની સેવા કરવા પર ભાર મૂક્યો.
- 4 જુલાઈ, 1902ના રોજ 39 વર્ષની ટૂંકી ઉંમરે તેમનું અવસાન થયું.
- તેમના ઉપદેશો અને કાર્યો આજે પણ પ્રેરણાદાયક છે.
- તેમને ભારતના સૌથી મહાન સંતો અને ફિલસૂફોરમાંના એક માનવામાં આવે છે.
સ્વામી વિવેકાનંદ નિબંધ ગુજરાતી PDF Download
સ્વામી વિવેકાનંદ નિબંધ ગુજરાતી વિડીયો :.
Conclusion :
Disclaimer :.
- જીવનમાં શ્રમનું મહત્વ નિબંધ
- જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ
- નિબંધ જીવનમાં વાંચનનું મહત્વ
- નિબંધ જીવનમાં યોગનું મહત્વ નિબંધ
- પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ
- શિયાળાની સવાર નિબંધ
- સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
- મોંઘવારીનું વિષચક્ર નિબંધ
- ભ્રષ્ટાચાર નિબંધ
- દીકરી વ્હાલ નો દરિયો નિબંધ
- નારી તું નારાયણી નિબંધ
- નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ
Post a Comment
SaralGujarati.in
- તમામ ગુજરાતી નિબંધ
- સમાનાર્થી શબ્દો
- વિરુદ્ધાર્થી શબ્દો
- તળપદા શબ્દોો
- શબ્દસમૂહ માટે એક શબ્દો
- રૂઢિપ્રયોગો અને તેના અર્થ
- નિપાત
- કૃદંત
- અલંકાર
- સમાનાર્થી શબ્દો ધોરણ પ્રમાણે
- અહેવાલ લેખન
- વાર્તા લેખન
- પત્ર લેખન
- વિચાર વિસ્તાર
- સ્પીચ ગુજરાતી
- તમામ લેખન સબંધિત પોસ્ટ
- ગુજરાતી સુવિચાર
- જન્મદિવસ શુભકામનાઓ
- ગુજરાતી શુભેચ્છાઓ
- ઉખાણાં
- કહેવતો
- જાણવા જેવું
- બાળકો માટે જાણવા જેવું
- ધોરણ 1 થી 12 Textbook
- ધોરણ 3
- ધોરણ 4
- ધોરણ 5
- ધોરણ 6
- ધોરણ 7
- ધોરણ 8
- ધોરણ 9
- ધોરણ 10
- ધોરણ 11
- ધોરણ 12
- Privacy Policy
સ્વામી વિવેકાનંદ ગુજરાતી નિબંધ | Swami Vivekananda Essay in Gujarati [PDF]
શું તમે ગુજરાતીમાં સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ
નીચે આપેલ સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10 , 11 અને 12 માટે ઉપયોગી થશે.
સ્વામી વિવેકાનંદ વિશે ગુજરાતીમાં નિબંધ
સ્વામી વિવેકાનંદ નિબંધ ગુજરાતી pdf download, સ્વામી વિવેકાનંદ નિબંધ ગુજરાતી વિડીયો :, conclusion :.
- મહાત્મા ગાંધી વિશે ગુજરાતી નિબંધ
- સ્વામી વિવેકાનંદ વિશે ગુજરાતી નિબંધ
- ભગતસિંહ વિશે ગુજરાતી નિબંધ
- જવાહરલાલ નહેરુ વિશે ગુજરાતી નિબંધ
- ડો. બાબાસાહેબ આંબેડકર વિશે ગુજરાતી નિબંધ
- નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે ગુજરાતી નિબંધ
- સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ગુજરતી નિબંધ
Post a Comment
Website content is unavailable due to the fact that domain has expired. Renew your domain in order to see your website online.
Don't lose your domain. Log in to your Hostinger account in order to renew your domain
Use our domain checker tool to find the perfect name for your online project.
- UK & Europe
- United States
- Meet Sadhguru
- Sadhguru Radio
- Sadhguru Quotes
- Youth N Truth
- Beginner's Programs
- Free Yoga & Guided meditation
- Inner Engineering
- Isha Health Solutions
- See all beginner programs
- Advanced Programs
- Bhava Spandana
- Shoonya Meditation
- Additional Programs
- Sadhanapada
- Sacred Walks
- See all additional programs
- Children's Programs
- Become a Teacher
- Monthly Events
- Free Yoga Day
- Pancha Bhuta Kriya
- Online Satsang
- Annual Events
- Lunar/Hindu New Year
- Guru Purnima
- Mahashivratri
- International Yoga Day
- Mahalaya Amavasya
- Special Events
- Ishanga 7% - Partnership with Sadhguru
- Yantra Ceremony With Sadhguru
- Sadhguru Sannidhi Sangha
- Pancha Bhuta Kriya Online With Sadhguru on Mahashivratri
- Ecstasy of Enlightenment with Sadhguru
- Sadhguru in Chennai
Main Centers
- Isha Yoga Center
- Sadhguru Sannidhi Bengaluru
- Sadhguru Sannidhi, Chattarpur
- Isha Institute of Inner-sciences
- Isha Yoga Center LA, California, USA
- Local Centers
International Centers
- Consecrated Spaces
- Adiyogi - The Source of Yoga
- Adiyogi Alayam
- Dhyanalinga
- Linga Bhairavi
- Spanda Hall
- Theerthakunds
- Adiyogi - The Abode of Yoga
- Mahima Hall
- Online Medical Consultation
- In-Person Medical Consultation
- Ayurvedic Therapies
- Other Therapies
- Residential Programs
- Diabetes Management Program
- Joint and Musculoskeletal Disorders Program
- Sunetra Eye Care
- Ayur Sampoorna
- Ayur Rasayana Intensive
- Ayur Rasayana
- Pancha Karma
- Yoga Chikitsa
- Ayur Sanjeevini
- Non-Residential Programs
- Obesity Treatment Program
- ADHD/Autism Clinic
- Cancer Clinic
- Conscious Planet
સ્વામી વિવેકાનંદના જીવંચરિત્રની વાર્તાઓ
આ લેખમાં સદગુરૂ, સ્વામી વિવેકાનંદના જીવનની કેટલી ઘટનાઓ વિષે જણાવે છે. આ ઘટનાઓ તેમના ગુરુ સાથેના સંબંધ અને તેમના સંદેશનું વિવરણ કરે છે.
આ લેખમાં સદગુરૂ , સ્વામી વિવેકાનંદના જીવનની કેટલી ઘટનાઓ વિષે જણાવે છે. આ ઘટનાઓ તેમના ગુરુ સાથેના સંબંધ અને તેમના સંદેશનું વિવરણ કરે છે.
Swami Vivekananda and Kali
તેમના બોધ બાદ ઘણાબધાં શિષ્યો રામકૃષ્ણ પરમહંસની આસપાસ ભેગા થયા હતા. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા. સ્વામી વિવેકાનંદ ૧૮૯૩માં અમેરિકાના શિકાગોમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપનાર પ્રથમ યોગી હતા. ત્યાર પછી તેમણે આધ્યાત્મિક જુવાળ ફેલાવ્યો. જયારે લોકો કંઈપણ નવું સ્વીકારવા ખચકાતા હતા ત્યારે તેઓએ થોડીક હદ સુધી નવા દ્વાર ખોલી આપ્યા.
વિવેકાનંદ રામકૃષ્ણ પાસે આવ્યા અને પૂછ્યું .” તમે આખો દિવસ ભગવાન અને ભગવાન સાથે વાતો કરો છો. તો તેનું પ્રમાણ શું ? મને સાબિતી આપો. “
રામકૃષ્ણને વિવેકાનંદ તરફ થોડો અલગ લગાવ હતો કારણકે તેમના સંદેશને વિશ્વમાં ફેલાવનાર એક વાહક તરીકે તેઓ તેમને જોતા હતા. રામકૃષ્ણ જાતે આ કામ કરી શકે એમ ન હતા તેથી તેઓ વિવેકાનંદને એક માધ્યમ તરીકે જોતા હતા.
રામકૃષ્ણની આસપાસના લોકો સમજી શકતા ન હતા કે શા માટે તેઓ વિવેકાનંદ પાછળ ઘેલા હતા. જો વિવેકાનંદ એક દિવસ પણ મળવા ના આવે તો રામકૃષ્ણ જાતે જ તેમેને શોધવા જતા કારણકે તેઓ જાણતા હતા કે , આ છોકરા પાસે જ વહન કરવાની જરૂરી દ્રષ્ટિ છે. વિવેકાનંદને પણ એટલોજ રામકૃષ્ણ પ્રત્યે લગાવ હતો.તેમણે રોજગારી માટે કોઈ શોધ કરી નહિ , તેમની ઉંમરના લોકો સામાન્ય રીતે જે કરતા હોય તેવું કશું જ તેમણે કર્યું નહિ , તેઓ રામકૃષ્ણને જ અનુસર્યા . વિવેકાનંદના જીવનમાં બનેલી આ એક અદભૂત ઘટના છે. એકવાર તેમના માતા ખૂબ બીમાર હતા અને મરણ પથારીએ હતા ત્યારે એકાએક તેમને યાદ આવ્યું કે તેમની પાસે પૈસા નથી અને તેથી તે તેમને જરૂરી દવા કે ભોજન લાવી આપી શકે તેમ નથી. આનાથી તેઓ ખૂબ ગુસ્સે થયા.
તેઓ રામકૃષ્ણ પાસે ગયા –બીજે જવાય તેમ પણ ન હતું- તેમણે રામકૃષ્ણ ને કહ્યું ”આ બધું વાહિયાત છે. આ આધ્યાત્મિકતા મને ક્યાં લઇ જઈ રહી છે. ? જો હું કમાતો હોત અને મારે જે કરવું જોઈતું હતું તે કરતો હોત તો હું આજે મારી માતાની સંભાળ લઇ શક્યો હોત. હું તેના માટે ભોજન લાવી શક્યો હોત તેને દવા આપી શક્યો હોત , હું તેને આરામ આપી શક્યો હોત. આ આધ્યાત્મિકતા મને ક્યાં લઇ આવી છે ?
રામકૃષ્ણ કાલીના ભક્ત હતા અને ઘરમાં મૂર્તિ પણ રાખી હતી. તેમણે કહ્યું “ શું તારી માતાને દવા અને ભોજન જોઈએ છે ? તેમને શું જોઈએ છે એ તું જઈને એમને જ શા માટે પૂછતો નથી ? વિવેકાનંદને આ વિચાર ગમ્યો અને તેઓ મંદિરમાં ગયા .
એક કલાક પછી તેઓ બહાર આવ્યા અને રામકૃષ્ણએ પૂછ્યું “શું તે તારી માતાને દવા કે પૈસા વિષે પૂછ્યું ? “
વિવેકાનંદે જવાબ આપ્યો” ના , હું ભૂલી ગયો.”
રામકૃષ્ણ એ ફરી કહ્યું “તું ફરી અંદર જા અને આ વખતે પૂછવાનું ભૂલતો નહિ. “
વિવેકાનંદ ફરી અંદર ગયા અને લગભગ આઠ કલાક બાદ તે બહાર આવ્યા. રામકૃષ્ણએ ફરી પૂછ્યું “શું તે તારી માતાને પૂછ્યું ?”
વિવેકાનંદે કહ્યું , ” ના , હું પૂછીશ નહિ. મારે પૂછવાની જરૂર નથી. “
રામકૃષ્ણ એ કહ્યું , ” સારું , જો તે આજે મંદિરમાં કઈ પણ પૂછ્યું હોત , આ તારી અને મારી વચ્ચેનો છેલ્લો દિવસ હોત. હું તારૂ મોઢું ક્યારેય ના જોવત કારણકે , પૂછતો મુર્ખ જીવન શું છે તે જાણતો હોતો નથી. પૂછતો મુર્ખ જીવનના મૂળભૂત સારને સમજ્યો હોતો નથી.”
પ્રાથર્ના કરવીએ એક ગુણ છે. જો તમેં ભક્તિમય બનો તો તે એક અદભૂત માર્ગ છે. પણ જો તમે કઇક મેળવવાની આશા સાથે પ્રાથર્ના કરો તો તે તમને ફળશે નહિ
ભગવાનના હોવાનો પ્રમાણ
માત્ર ૧૯ વર્ષના વિવેકાનંદ ખુબ જ તાર્કિક બુદ્ધિશાળી અને ` જુસ્સાથી ભરપુર હતા. તેમને બધાનો યોગ્ય જવાબ જોઈતો હતો. તેઓ રામકૃષ્ણ પાસે આવ્યા અને પૂછ્યું , “ તમે આખો દિવસ ભગવાન અને ભગવાન સાથે વાતો કરો છો. તો તેનું પ્રમાણ શું ? મને સાબિતી આપો. “ રામકૃષ્ણ એકદમ સરળ હતા. તે શિક્ષિત ન હતા. તેઓ સાધક હતા , વિદ્વાન ન હતા. તેથી તેમને કહ્યું “ હું જ પ્રમાણ છું .’
રામકૃષ્ણ એ કહ્યું ,” ભગવાન છે એનું પ્રમાણ હું છું.”
વિવેકાનંદને શું કહેવું સમાજ ન પડી કારણકે આ બાબત એક્દમ નિરર્થક લાગી. તેઓ કઈક બૌદ્ધિક જવાબની આશા રાખતા હતા. – ભગવાન હોવાનું પ્રમાણ બીજનું અંકુરણ થવું અને ગ્રહોનું ફરવું છે. – પણ રામકૃષ્ણ એ કહ્યું “ ભગવાન હોવાનું પ્રમાણ હું છું. “ હું જે રીતે હું છું એ સાબિતી છે” આમ રામકૃષ્ણ કહી રહ્યા હતા. વિવેકાનંદને કઈ સમજ ના પડી અને તેઓ જતા રહ્યા.
ત્રણ દિવસ પછી તેઓ પાછા આવ્યા અને પૂછ્યું , “ તમે મને ભગવાન બતાવી શકો ?” રામકૃષ્ણ એ પૂછ્યું “ તારામાં જોવાની હિંમત છે ?” બહાદુર છોકરા એ હા પાડી કેમ કે આ બાબત તેને સતાવી રહી હતી. તેથી રામકૃષ્ણએ તેમનો પગ વિવેકાનંદની છાતી પર મુક્યો અને વિવેકાનંદ થોડા સમય માટે સમાધીની અવસ્થામાં જતા રહ્યા. જ્યાં તેઓ મનની મર્યાદાની પાર હતા. ૧૨ કલાક સુધી તેઓ આમાંથી બહાર આવ્યા નહિ. અને જ્યારે બહાર આવ્યા ત્યારે તેઓ પહેલા જેવા ન હતા. ત્યારબાદ તેમણે તેમની જિંદગીમાં ફરી ક્યારેય બીજો પ્રશ્ન પૂછ્યો નહિ.
વિવેકાનંદ શારદા દેવીના આશીર્વાદ મેળવ્યા
જો તમે ભક્ત ન હોવ તો , જીવન તમારા માટે ખુલ્લું ના હોવું જોઈએ , કારણકે જો તે તમારામાં ખુલ્લું હોય તો તમેં તમારી જાતને અને બીજા બધાને નુકસાન પહોચાડશો.. જે વ્યક્તિમાં નિષ્ઠાનો અભાવ હોય તેવી વ્યક્તિને ભારતમાં ક્યારેય જ્ઞાન પ્રદાન કરવામાં આવતું ન હતું.
વિવેકાનંદના જીવનની એક સુંદર ઘટના છે. રામકૃષ્ણનું અવસાન થયું અને વિવેકાનંદે ભારતભર માં પ્રવાસ ખેડીને યુવાનોને ભેગા કર્યા. જેનો હેતું રાષ્ટ્રનું ઘડતર કરવાનો અને દેશની તાસીર બદલાવાનો હતો . ત્યારે તેમને કોઈકે કહ્યું કે , અમેરિકાના શિકાગોમાં ધર્મ પરિષદ ભરાઈ રહી છે. તેમને અહી કોઈ સાંભળતું ના હોવાને લીધે ત્યાં જવાનું સુચન કરવામાં આવ્યું. એક યુવાન એક સ્થળેથી બીજાસ્થળે દોડ્યા કરે છે અને શાસ્ત્રોમાં ન લખાયેલી વાતો કર્યા કરે છે , તેને સાંભળવા કોણ તૈયાર થશે ? એ વ્યક્તિએ કહ્યું , “ તમે ત્યાં જાવ અને ત્યાંના લોકોને હચમચાવી નાખો .જો તમે ત્યાં તેમને હચમચાવી દેશો તો અહી બધા જ તમારી નોધ લેશે.”
રામકૃષ્ણનો સંદેશો લઇને તેઓ સૌ પ્રથમવાર અમેરિકા જઈ રહ્યા હતા ત્યારે તેઓ રામકૃષ્ણના પત્ની શારદાદેવીના આશીર્વાદ લેવા માટે ગયા.
જ્યારે તેઓ આવ્યા ત્યારે શારદા રસોઈ બનાવી રહી હતી. શારદા કઈક ગણગણી રહી હતી.. ભારતીય નારીઓ માટે રાંધતી વખતે ગાવુંએ સામાન્ય બાબત હતી. હવે આવું થતું નથી. કેમકે ઘણા લોકો હવે ipad રમતા હોય છે. પણ પહેલા ખૂબ જ પ્રેમથી રસોઈ બનાવવી અને પીરસવી એ બહુ સહજ વાત હતી. રસોઈ કામએ ખુબ જ આનંદદાયક અને વિસ્તૃત પ્રક્રિયા છે. ૨૦ થી ૩૦ મિનીટના ભોજન માટે તેઓ રસોઈ પાછળ ત્રણ થી ચાર કલાક પસાર કરતી અને તેઓ હમેશા ગણગણતી રહેતી. મારી માતાતો ગાતી જ હતી.
સ્વામી વિવેકાનંદ : ૧૮૯૩માં શિકાગો ધર્મ પરિષદ જ્યારે તેઓ આવ્યા અને કહ્યું ,” સમગ્ર વિશ્વને મારા ગુરુનો સંદેશો પહોચાડવા હું અમેરિકા જવા માંગું છું ,” ત્યારે ગુરુપત્ની એ કોઈ પ્રતિભાવ ના આપ્યો. પછી એકાએકા તેમણે કહ્યું : નરેન , પેલું ચપ્પુ આપ. : વિવાકાનંદે તેમને ચપ્પુ કોઈ ચોક્કસ રીતે આપ્યું ‘પછી શારદા એ કહ્યું તું જઈ શકે છે. તને મારા આશીર્વાદ છે.“ પછી તેમણે પૂછ્યું , “ તમે આટલી બધી રાહ કેમ જોઈ અને એ પહેલા તમે ચપ્પુ શા માટે માંગ્યું ?” તમે તો શાકભાજી સમારી લીધા છે.“ તેમણે કહ્યું.” ગુરુજીના ગયા પછી તું શું છે એ હું જોવા માંગતી હતી. તે જે રીતે મને ચપ્પુ આપ્યું એ બતાવે છે કે તું જવા સક્ષમ છે. તું ગુરુનો સંદેશો લઇ જઈ શકે તેમ છે. “
વિવેકાનંદ અને રામકૃષ્ણનો સંદેશો
તમે હંમેશા જોશો કે મોટાભાગના ગુરુ જાતે પ્રસિદ્ધ થવા સક્ષમ હોતા નથી. તેમને તેમના સંદેશનો પ્રસાર કરવા એક સારા શિષ્યની જરુર્ હોય છે. આજે દરેક રામકૃષ્ણ પરમહંસ વિષે વાતો કરે છે . રામકૃષ્ણ તેજસ્વી ચૈતન્યવાળા વ્યક્તિ હતા.. એક અસાધારણ વ્યક્તિ હતા. તો આનાથી વિપરીત વૈશ્વિકસ્તરે તેઓ સપૂર્ણ નિરક્ષર હતા. જો વિવેકાનંદ ના આવ્યા હોત તો તેઓ ભૂલાઈ ગયા હોત. ઘણા બધા ફૂલ ખીલે છે પણ તેમાના કેટલા ઓળખાય છે ?
પ્રાર્થના અને વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું ,” ફૂટબોલને લાત મારવી એ કેટલાય પ્રકારની પ્રાર્થના કરતા તમને દૈવિ તત્વની વધુ પાસે લઇ જશે.” આ સત્ય છે. જો તમે સપૂર્ણપણે તેમાં ડૂબેલા ના હોવ તો તમે ફૂટબોલ રમી શકતા નથી. આમાં કોઈ અંગત ઈરાદા નથી માત્ર સામેલગીરી જ. તમે શું કરી શકો છો અને શું નથી કરી શકતા એ પહેલેથી જ નક્કી જ છે અને ઘણા વર્ષોથી તમને તાલીમ અપાઈ છે. હવે માત્ર તમારી લગન ની જ જરૂર છે , ઈરાદાની નહી .
સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું ,” ફૂટબોલને લાત મારવી એ કેટલાય પ્રકારની પ્રાર્થના કરતા તમને દૈવિ તત્વની વધુ પાસે લઇ જશે.”
જયારે તમે ઘણા બધા કામ કરી રહ્યા હોવ ત્યાર તમે ક્યારેક પ્રાર્થના પણ કરતા હોવ છો. . ભારતમાં પ્રાર્થનાને બહુ જટિલ બનાવી દેવાઈ હતી. તેથી તમારે સામેલ થવું પડે. કારણકે તેમણે હજારો વર્ષોથી પ્રાર્થના કરવાની રીતને જોઈ છે. તેઓ જાણે છે કે લોકો શું કરશે ? તેથી પ્રાર્થનાને ખૂબ જટિલ બનાવી હતી. એક એવી પ્રક્રિયા કે જે તમારે યાદ રાખવી પડે અને યોગ્ય રીતે કરવી પડે. નહિ તો તે અપવિત્ર ગણાય. જયારે તે સ્તરની જટિલતા અહી છે ત્યારે પ્રાર્થના દરમ્યાન તમે કશું જ કરી શકતા નથી. એવી જ રીતે ફૂટબોલની રમત તમને એટલી હદ સુધી સામેલ કરે છે કે તમે બીજુ કશું જ કરી શકતા નથી. બીજુ કશું કરવું એ તદ્દન અપ્રત્યક્ષ છે.
સોકરની રમતમાં તમારે કોઈ સર્જનના સ્કાલપેલ તરીકે તમારા પગનો ઉપયોગ કરવાનું શીખવું પડે છે. આ એક એવી રમત છે કે જેમાં ચોક્કસ સ્તરની ઇન્વોલ્વમેન્ટ જરૂરી હોય છે કેમકે જે અંગથી તમે બોલને સંભાળો છો અને જે અંગથી તમારી જાતને ઝડપથી આગળ વધારો છો તે અંગો એક સરખા જ છે. ઉપરાંત તમારે બીજા દસ લોકોને હંફાવવાના હોય છે જેઓ તમને પછાડવા બધું જ કરી શકે તેમ છે.
તમારે લોકો ને હંફાવવાના હોય છે , તમારે બોલ લેવાનો હોય છે , ખૂબ જ ઝડપથી દોડવાનું હોય છે. તમારા પગ કોઈ સર્જનના સ્કાલપેલ જેટલા જ સક્ષમ હોવા જોઈએ કારણકે તે ઝડપે , તે ચતુરાઈથી બોલને લેવામાં અભૂતપૂર્વ સ્કીલની જરૂર પડે છે.
જો તમે સપૂર્ણ ઇન્વોલ્વમેન્ટ સાથે કઈક કરો તો તમે જોશો કે ત્યાં માત્ર એક્શન છે , મન બીજે છે. તેથી સોકરની રમતમાં ખેલાડીઓ આવી સ્થિતિમાં ઘણી વાર પહોંચે છે. અને આજ કારણ છે કે જયારે રમત ઈરાદાપૂર્વક રમાતી હોય તો તે અડધી દુનિયાને ખેંચે છે. ચોક્કસ પ્રકારનું કઈક શ્રેષ્ઠ છે - જે ખરેખર આદ્યાત્મિક શ્રેષ્ઠ નથી. પણ કોઈની મર્યાદાની બહારનું કઈક છે જે બધાંને પ્રદીપ્ત કરે છે.
મહિલાઓ વિષે સ્વામી વિવેકાનંદના વિચારો
એકવાર કોઈક સમાજ સુધારક વિવેકાનંદ પાસે ગયા અને પૂછ્યું , “ તમે મહીલાંઓને ટેકો આપો છો તે સારી બાબત છે , પણ હું શું કરું ? હું પણ તેમને સુધારવા માંગું છું. હું આને ટેકો આપુ છું. “ વિવેકાનંદે કહ્યું ,’ અડશો નહિ. તેમના વિષે તમારે કઈ કરવા ની જરૂર નથી.. તેમને એકલાં છોડી દો . તેમને જે કરવું હશે તે કરશે. “ બસ આટલું જ જરૂરી છે. કોઈ પુરુષે સ્ત્રી ને સુધારવાની જરૂર નથી. જો તે સ્ત્રી ને અવકાશ આપશે તો સ્ત્રી જે જરૂરી હશે તે કરશે.
સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિ
જ્યારે હું બાર તેર-વર્ષનો હતો ત્યારે કોઈ સાહિત્ય મારા હાથમાં આવ્યું એમાં વિવેકાનંદે કહ્યું હતું કે , “ મને ૧૦૦ જેટલા નિષ્ઠાવાન લોકો આપો અને હું આ દેશની સૂરત બદલી નાખીશ. “ એ સમયે આ દેશમાં લગભગ ૨૩૦ લાખ લોકો હતા પણ તેમને ૧૦૦ જેટલા નિષ્ઠાવાન લોકો મળ્યા નહી.. મેં વિચાર્યું કે “આ કેવી કરુણતા! વિવેકાનંદ જેવો માણસ એ અસાધારણ ઘટના છે. જે રોજે રોજ બનતી નથી. જ્યારે તે આવે છે ત્યારે આપણે આટલા મોટા દેશમાંથી તેમને ૧૦૦ જેટલા લોકો પણ આપી શકતા નથી. મારા માટે આ બાબત , આ દેશ માટે , આ સંસ્કૃતિ માટે કરુણાંતિકા છે.
કોઈ વ્યક્તિ પાસે અભૂતપૂર્વ દ્રષ્ટિ હતી અને એક વ્યક્તિની દ્રષ્ટિને કારણે ઘણી બધી બાબતો બની છે. આજે પણ , એ વ્યક્તિના નામ પર માનવ કલ્યાણ માટે ઘણું બધુ થઇ રહ્યું છે , તેમના સમયમાં જીવતા લોકો આજે ક્યાં છે ? પણ તેમનું વિઝન આજે પણ બીજા પ્રકારે કાર્યરત છે. તેના કારણે ઘણા કલ્યાણ થયા છે.
જો હજારો લોકો પાસે આવી દ્રષ્ટિ હોત તો ઘણુ બધું કલ્યાણકારી બન્યું હોત. એક ગૌતમ બુદ્ધ કે એક વિવેકાનંદની દ્રષ્ટિ પૂરતી નથી. જો મોટી સંખ્યામાં લોકો પાસે આવી દ્રષ્ટિ હોય ત્યારે સમાજમાં ખરેખર અલૌકિક બાબતો બનશે.
Image courtesy: Swami Vivekananda from Wikipedia Ramakrishna from Wikipedia Swami Vivekananda at Parliament of Religions from Wikipedia
Related Tags
ભુવનેશ્વરીદેવીએ નરેન્દ્રને પ્રારંભનું શિક્ષણ દીધું. રામાયણ–મહાભારતની કથાઓ સાથે બંગાળી લિપિ શિખવાડી અને અંગ્રેજી ભાષાથી પણ નરેન્દ્રને વાકેફ કર્યો. છ વર્ષની વયે 1869માં પાઠશાળામાં ભણવા મોકલ્યો; પરંતુ ત્યાંનું વાતાવરણ નરેન્દ્રને માફક ન આવ્યું. વળી નરેન્દ્ર રમતિયાળ પણ ખૂબ હતો. પિતાએ પાઠશાળાના બદલે ઘરે જ શિક્ષકને ભણાવવા રોક્યા, નરેન્દ્રની તીવ્ર બુદ્ધિ અને ગ્રહણશક્તિના કારણે સાત વર્ષની વયે તો એણે ‘મુગ્ધબોધ’ નામક સંસ્કૃત વ્યાકરણ શીખી લીધું. વળી રામાયણનો કેટલોક ભાગ તો કંઠસ્થ કરી લીધો હતો. એને ‘રાજા’ની રમત ખૂબ ગમતી. એ કાયમ રાજા જ બનતો અને સત્તા ભોગવતો !
નરેન્દ્રને પદ્ધતિસરનું શિક્ષણ મળે તે માટે ઈ. સ. 1871માં પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મેટ્રોપૉલિટન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યો અને એની શિક્ષણગતિ ચાલી. એની અસાધારણ બુદ્ધિથી ત્યાંના શિક્ષકો પ્રભાવિત થયા હતા. રમત સાથે સાધુ-સંન્યાસી તરફ એ અહોભાવથી જોતો. ત્યારે કોઈ જ્યોતિષીએ નરેન્દ્રનાથ સંન્યાસી બનશે તેવું ભવિષ્ય ભાખ્યું હતું.
વિલક્ષણ અને વિચક્ષણ વ્યક્તિત્વ ધરાવતા સ્વામી વિવેકાનંદ ઓગણીસમી સદીના ક્રાન્તિકારી આધ્યાત્મિક પુરુષ હતા. નરેન્દ્રનાથ વહેમમાં ન માનતા. કોઈથી ડરતા નહિ. વ્યાયામ પ્રત્યે એમને રુચિ હતી. 1877માં પિતાએ મધ્યપ્રદેશના રાયપુરમાં નિવાસ કર્યો ત્યારે પિતાથી વિશેષ પરિચિત થયા અને પિતા પણ પુત્રની બુદ્ધિથી વાકેફ થયા. એ ઉમદા પિતાએ નરેન્દ્રનાથનું ઘડતર કર્યું. વળી પિતા કોલકાતા પાછા આવ્યા. ત્યાં એમણે અંગ્રેજી–બંગાળી સાહિત્યનું વાંચન કર્યું અને ઇતિહાસનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. 1879માં પ્રાવેશિક પરીક્ષા પાસ કરી. નરેન્દ્રનાથે યુવાનીમાં પ્રવેશ કર્યો. ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રેસિડેન્સી કૉલેજમાં દાખલ થયા. એક વર્ષ પછી સ્કૉટિશ જનરલ મિશનરી બોર્ડે સ્થાપેલી સંસ્થામાં જોડાયા. હાલ એ સંસ્થા ‘સ્કૉટિશ ચર્ચ કૉલેજ’ તરીકે ઓળખાય છે. પ્રાવેશિક પરીક્ષાની એમની તૈયારી ખૂબ હતી. રાતદિવસ વાંચતા રહ્યા હતા અને ત્યારે પણ આધ્યાત્મિક વૃત્તિ જાગેલી; એથી ધ્યાનમાં બેસતા. આ પરિશ્રમથી એમની તબિયત લથડી. આથી હવાફેર અર્થે ગયા જવાનું બન્યું. 1881માં ફર્સ્ટ આર્ટ્સની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી. એ જ વર્ષે નવેમ્બર માસમાં શ્રી રામકૃષ્ણ પરમહંસને મળવાનું થયેલું. એ એમની પહેલી મુલાકાત હતી. શ્રી રામકૃષ્ણ પરમહંસની મુલાકાત પૂર્વે એમના વિશે પ્રો. વિલિયમ હેસ્ટી પાસેથી જાણ્યું હતું.
નરેન્દ્રનાથ અનેકવિધ પ્રવૃત્તિ કરતા રહેતા. ભણવાની સાથે સંગીતમાં પણ રુચિ થઈ. એટલે અહમદખાન અને વેણીગુપ્ત પાસે સંગીતની રીતસરની તાલીમ લીધી.
કૉલેજકાળ દરમિયાન પશ્ચિમના ન્યાયશાસ્ત્રનો અભ્યાસ નરેન્દ્રનાથે કર્યો હતો. એ જ રીતે તત્વજ્ઞાન અને ઇતિહાસનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. એમની અભ્યાસનિષ્ઠાથી કૉલેજના અધ્યાપકો પ્રભાવિત થયા હતા અને એમની શક્તિથી વાકેફ થયા હતા. વળી, એમનામાં આદર્શ અને વ્યવહારનો સુભગ સમન્વય હતો. એમના સહાધ્યાયીઓમાં એ આદર પામેલા. અભ્યાસ સાથે એ યુગના પ્રશ્નોમાં એમણે સક્રિય રસ દાખવ્યો હતો. એ બ્રહ્મોસમાજમાં જોડાયા હતા. કેશવચંદ્ર સેન એમાં અગ્રણી હતા. એમનું વ્યક્તિત્વ સહુ યુવાનોને આકર્ષતું હતું. બ્રહ્મોસમાજમાં ફાટફૂટ થતાં પંડિત શિવનાથ શાસ્ત્રી અને વિજયકૃષ્ણ ગોસ્વામીની આગેવાની હેઠળ ‘સાધારણ બ્રહ્મોસમાજ’ની સ્થાપના થઈ ત્યારે નરેન્દ્રનાથ એમાં જોડાયા હતા. એ સાથે આધ્યાત્મિક અનુભવની ઝંખના પ્રબળ બનવા લાગી હતી. એથી બ્રહ્મોસમાજની પ્રવૃત્તિથી ધીમે ધીમે અલગ પડવા લાગ્યા. ઈશ્વરદર્શનની ઇચ્છા તીવ્ર બનવા માંડી. મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરને મળ્યા; પરંતુ સંતોષકારક ઉત્તર ન મળ્યો, ત્યારે એમને શ્રી રામકૃષ્ણ પરમહંસનું સ્મરણ થયું. નરેન્દ્રનાથે દક્ષિણેશ્વર જવાનો નિર્ણય કર્યો અને ત્યાં પહોંચ્યા.
શ્રી રામકૃષ્ણ પરમહંસને સંશયવાદી નરેન્દ્રનાથમાં અપાર આસ્થા હતી. પોતાની અનુભૂતિ ઝીલનારની એમની શોધ નરેન્દ્રનાથમાં પૂર્ણ થતી દેખાઈ હતી. નરેન્દ્રનાથે પણ એમના તેજોમય સાન્નિધ્યમાં આધ્યાત્મિક વિકાસના માર્ગે ગતિ પ્રારંભી. આથી નરેન્દ્રનાથની આત્મશ્રદ્ધા, સત્યનિષ્ઠા અને આધ્યાત્મિકતામાં વૃદ્ધિ થઈ. શિષ્ય નરેન્દ્રનાથે ગુરુના ચરણે રહી એમનો સંદેશ વિશ્વને પહોંચાડ્યો.
નરેન્દ્રનાથનો શ્રી રામકૃષ્ણ સાથેનો સત્સંગ પાંગર્યો તે પૂર્વે એમનું વ્યક્તિત્વ ઘડાઈ ચૂક્યું હતું. પૂર્વનાં બધાં શાસ્ત્રોનો અભ્યાસ કરીને એ સમૃદ્ધ બન્યા હતા, તો પશ્ચિમનાં શાસ્ત્રોનું એમનું જ્ઞાન ખૂબ ઊંડું હતું. આ તો ઉત્તરવયની ઘટના હતી. 1884માં સ્નાતક થયા. એ પછી તરત એમના પિતાનું અવસાન થયું. પિતાની ઇચ્છા નરેન્દ્રનાથ એલએલ.બી. થઈને ધારાશાસ્ત્રી બને તેવી હતી. એમણે એ અભ્યાસ પ્રારંભ્યો, પણ પિતાના અવસાનથી કુટુંબ આર્થિક રીતે સંકડામણમાં આવી ગયું હતું. વળી કૌટુંબિક પરિસ્થિતિ વણસતાં આર્થિક મુશ્કેલી વધી. જીવનનિર્વાહ ચલાવવાનું કપરું બન્યું. નરેન્દ્રનાથ શિક્ષક બન્યા. વકીલને ત્યાં નોકરી કરી. અનુવાદ કરીને આજીવિકા મેળવી; પરંતુ આપત્તિઓમાં વૃદ્ધિ જ થતી રહી. એમણે એ પરિસ્થિતિનું વર્ણન આમ કર્યું છે – ‘પિતાના અવસાનનો શોક હજી ઊતર્યો ન હતો ત્યાં જ નોકરીની શોધમાં આથડવાનું મારા ઉપર આવી પડ્યું. હાથમાં અરજી લઈને ધોમધખતા તાપમાં જમ્યા વગર ઉઘાડે પગે હું એક ઑફિસથી બીજી ઑફિસે ધક્કા ખાતો. કેટલીક વાર મારા દુ:ખ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા એક-બે મિત્રો મારી સાથે હોય; પરંતુ દરેક સ્થળેથી મને જાકારો જ મળતો.’ વિપત્તિના વમળમાં અટવાયા છતાં ઈશ્વરના અસ્તિત્વ વિશે, એની કરુણા વિશે, એમણે શ્રદ્ધા ગુમાવી નહોતી. એ દરમિયાન નરેન્દ્રનાથ વિશે સાચી-ખોટી વાતો શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે પહોંચી હતી. અલબત્ત, એમને જરાય શંકા જન્મી નહોતી. કપરા કાળમાં નરેન્દ્રનાથ ગુરુ પાસે ગયેલા, ત્યારે જે અનુભૂતિ થયેલી તે એમના જીવનનો વળાંક હતો.
નરેન્દ્રનાથ દક્ષિણેશ્વર ગયા અને શ્રી રામકૃષ્ણની છાયામાં એમના આધ્યાત્મિક વ્યક્તિત્વની ગતિને વેગ મળ્યો. એ આધ્યાત્મિક પ્રગતિનાં પગથિયાં ચઢી રહ્યા હતા ત્યારે શ્રી રામકૃષ્ણનું સ્વાસ્થ્ય બગડતું જતું હતું. એમને કોલકાતાથી બહાર શાંત વાતાવરણમાં લઈ જવાનું ગોઠવાયું, ત્યારે મઠની અવિધિસર સ્થાપના થઈ ચૂકી હતી. કાશીપુરમાં બંગલો ભાડે રાખ્યો અને 1885ની 11 ડિસેમ્બરે એમને નવા મકાનમાં લઈ જવામાં આવ્યા. એ એમના જીવનનો આખરી તબક્કો હતો. નરેન્દ્રનાથ ત્યારે સતત સાથે રહેતા હતા. 1886ની 16 ઑગસ્ટે શ્રી રામકૃષ્ણે જીવનલીલા સંકેલી લીધી. એમની ચિરવિદાય પછી નરેન્દ્રનાથ અને અન્ય શિષ્યો થોડા દિવસ કાશીપુરમાં રહ્યા. ત્યાંથી વરાહનગરમાં રહેવા લાગ્યા. 1886થી 1892નાં છ વર્ષ રામકૃષ્ણ મઠ વરાહનગર ખાતે રહ્યો હતો. ત્યાંથી ‘આલમબજાર’માં ખસેડવામાં આવ્યો. ત્યાર બાદ મઠ બેલૂરમાં ગંગાકિનારે નીલાંબર મુકરજીના બાગમાં આવ્યો. પછી બેલૂરમાં જ મઠની સ્થાપના થઈ.
વરાહનગર મઠમાં જે યુવકોએ વિધિપૂર્વક વિરજાહોમ કર્યો તેમાં નરેન્દ્રનાથ પણ એક હતા. હવે એમણે પૂર્વજીવનના સંબંધો અને સંસારી નામ ત્યાગીને સંન્યાસીનાં નામો ધારણ કર્યાં હતાં. નરેન્દ્રનાથે ત્યારે ‘વિવેકાનંદ’ નામ ધારણ કરેલું. પરિવ્રાજક કાળમાં એ ‘વિવિદિશાનંદ’ અને ‘સચ્ચિદાનંદ’ તરીકે ઓળખાતા હતા.
વિવેકાનંદ બન્યા પછી એમણે પરિવ્રાજક જીવનનો પ્રારંભ કર્યો અને ભારતનું ભ્રમણ કર્યું. પહેલાં ઉત્તર ભારતનાં તીર્થોમાં ફર્યા પછી હિમાલયમાં પરિભ્રમણ કર્યું. ત્યાંથી દિલ્હી અને રજપૂતાના ગયા. ગુજરાત અને મહારાષ્ટ્રની યાત્રા કરી, ત્યાંથી દક્ષિણ ભારતમાં કન્યાકુમારી પહોંચ્યા. ભારતવર્ષની યાત્રા દરમિયાન એમણે અમેરિકા જવાનું વિચાર્યું હતું. તે પાછળનો આશય હતો દ્રવ્ય કમાવાનો અને તે દ્વારા ભારતની નવરચના કરવાનો. દુ:ખી દેશબાંધવોનાં દુ:ખ-નિવારણ માટે એમણે દેશભક્તિમાં સંન્યાસ જોયો અને સંન્યાસમાં દેશભક્તિ જોઈ. કન્યાકુમારીના સાગરકાંઠે જે શિલા–Rock પર વિવેકાનંદને આ દર્શન થયું તે શિલા આજે ‘વિવેકાનંદ રૉક’ તરીકે ઓળખાય છે.
ઈ. સ. 1888થી શરૂ થયેલું વિવેકાનંદનું પરિભ્રમણ 1892 સુધી ચાલુ રહેલું. અલબત્ત આ પરિભ્રમણનો કડીબદ્ધ ઇતિહાસ મળતો નથી. જોકે એમને અસલ ભારતનું દર્શન થયું એટલું ચોક્કસ. કન્યાકુમારીથી એ પોંડિચેરી (પુદુચુરી) ગયેલા. ત્યાંથી પાછા ફરતાં અનેક સ્થળે એમણે વ્યાખ્યાન આપ્યાં હતાં. એમાંનું એક વ્યાખ્યાન હતું : ‘My mission to the West’ ‘પશ્ચિમમાં મારું કાર્ય’. એમણે અમેરિકા જવાનું મનોમન નક્કી કરી નાખ્યું હતું. હૈદરાબાદથી ચેન્નાઈ (મદ્રાસ) અને ત્યાંથી રાજસ્થાનમાં જયપુર થઈને મુંબઈ ગયા. 31 મે, 1893માં પી. ઍન્ડ ઓ. કંપનીની સ્ટીમર ‘પેનિન્સ્યુલર’માં અમેરિકા જવા રવાના થયા. ત્યાં જવાનો એમનો ચોક્કસ હેતુ હતો. વેદાન્તજ્ઞાનનો પ્રચાર અને ભારત માટે આર્થિક સહાય મેળવવી એ એમનો હેતુ હતો.
વિવેકાનંદ કોલંબોથી હોંગકોંગ થઈને જાપાનથી શિકાગો પહોંચ્યા. શિકાગોમાં એ મિસિસ હેલને ત્યાં રહ્યા હતા. શિકાગોમાં ભરાનારી વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવાનો એમનો આશય હતો. 1893ની 11 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ધર્મ પરિષદનું વિધિપૂર્વક ઉદઘાટન થયું હતું. સાંજની સભામાં વિવેકાનંદે ટૂંકું વ્યાખ્યાન આપ્યું. એમણે કરેલું સંબોધન ‘બહેનો અને ભાઈઓ’ સહુને આકર્ષી ગયું અને સભાએ તાળીઓના ગડગડાટથી એમના શબ્દો વધાવી લીધા. એ વ્યાખ્યાનમાં એમણે કહેલું : ‘મને ગર્વ થાય છે કે હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે.’
વિવેકાનંદના વ્યાખ્યાનમાં હૃદયને સ્પર્શતી સચ્ચાઈ અને દૃષ્ટિબિન્દુની વિશાળતાએ સભા મુગ્ધ થઈ અને સ્વામી વિવેકાનંદ છવાઈ ગયા. એ પરિષદમાં એમણે પછીથી ‘હિન્દુ ધર્મ’ વિશે વ્યાખ્યાન આપેલું જેનાથી એમની ખ્યાતિ વિશ્વમાં થઈ. ત્યારે એમણે સભાને ‘અમૃતનાં સંતાનો’ એવું સંબોધન કર્યું હતું. એ ધર્મ પરિષદમાં એમણે ‘ભારતવર્ષને ધર્મની તાત્કાલિક જરૂર નથી’ અને ‘બૌદ્ધ ધર્મ એટલે હિન્દુ ધર્મની પૂર્તિ’ એ અન્ય બે વ્યાખ્યાનો આપ્યાં હતાં. એમના વક્તવ્યથી સહુ પ્રભાવિત થયેલા અને ‘ધી ન્યૂયૉર્ક હેરોલ્ડ’માં લખાયું હતું કે ‘સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદની સૌથી મહાન વ્યક્તિ છે, એમાં શંકા નથી. એમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી એમ લાગે છે કે આવી સુશિક્ષિત પ્રજા માટે મિશનરીઓને મોકલવા એ કેટલું મૂર્ખાઈ ભર્યું છે.’ એમના વિચારોથી એ પૂર્વના સંદેશવાહક મહાપુરુષ રૂપે ઓળખાયા. એમણે અમેરિકામાં અનેક વ્યાખ્યાનો આપીને હિન્દુ ધર્મની ભવ્યતા ઉજાગર કરી. ભારતમાં એમના કાર્યને અંજલિ આપવા માટે કોલકાતામાં સભાનું આયોજન થયું હતું. સ્વામીજી ભારતમાં લોકોના હૃદયમાં વસી ગયા. શિકાગોમાં બે માસ રહ્યા. ન્યૂયૉર્ક અને બોસ્ટનમાં પણ એમણે પોતાનું વેદાન્તપ્રચારનું કાર્ય કર્યું. ત્યાંથી ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ત્રણ માસ વસવાટ કર્યો. સ્વામીજીના અંગત સચિવ તરીકે ગુડવિન હતા. એમનું અકાળે અવસાન થયું હતું. ઇંગ્લૅન્ડથી અમેરિકા અને અમેરિકાથી પાછા 1896માં ઇંગ્લૅન્ડ પ્રવાસ કર્યો. હાર્વર્ડ યુનિવર્સિટીના અધ્યાપક વિલિયમ જેમ્સ એમને ‘ગુરુ’ કહેતા અને એમણે એમના પુસ્તકમાં સ્વામીજીને ‘આદર્શ વેદાંતી’ તરીકે ઓળખાવ્યા હતા. યુરોપના પ્રવાસમાં એમણે ઠેરઠેર વ્યાખ્યાનો આપીને હિન્દુ ધર્મના પ્રચારનું કાર્ય કર્યું. 1896ના અંતમાં યુરોપથી ભારત આવ્યા. વચ્ચેના દેશોનો પ્રવાસ એમણે કર્યો હતો.
ઈ. સ. 1897ના ફેબ્રુઆરી માસમાં સ્વામીજી ચેન્નાઈ (મદ્રાસ) સ્ટેશને પહોંચ્યા ત્યારે અપૂર્વ ઉત્સાહ સાથે એમનું સ્વાગત થયું હતું. સ્વામીજી ચેન્નાઈમાં નવ દિવસ રહ્યા હતા. ત્યાં એમનું માનપત્ર આપીને સન્માન કરાયું હતું. એમણે ત્યાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. ચેન્નાઈથી 15 ફેબ્રુઆરીએ સ્ટીમર દ્વારા કોલકાતા ગયા. કોલકાતામાં પણ એમનું ભાવભીનું સ્વાગત થયું હતું. બંગાળમાં એમણે પોતાનું દૃષ્ટિબિન્દુ અનેક વ્યાખ્યાનોમાં સમજાવ્યું. સતત કામના લીધે એમનું સ્વાસ્થ્ય પણ કથળ્યું હતું. 1899માં બેલૂર મઠની સ્થાપના અને 1901માં ટ્રસ્ટની રચના કરીને સંચાલન ટ્રસ્ટીમંડળને સોંપ્યું, પછીથી ‘રામકૃષ્ણ મિશન’ અલગ પડાયું. એ વચ્ચે એમણે ઉત્તર ભારતમાં પ્રવાસ કર્યો હતો. કાશ્મીર પણ ગયા. પછી કોલકાતા પાછા ફર્યા. ભગિની નિવેદિતાએ વિવેકાનંદ પાસેથી બ્રહ્મચર્યની દીક્ષા લીધી હતી. મિસ માર્ગારેટમાંથી એ ભગિની નિવેદિતા બન્યાં. સ્વામીજીએ બેલૂર મઠના શિષ્યોને તાલીમ આપી હતી. મઠનું મુખપત્ર ‘ઉદબોધન’ પ્રારંભ્યું. ભારતમાં વિવિધ સ્થળે આશ્રમ અને મઠની સ્થાપના કરી ‘પ્રબુદ્ધ ભારત’, ‘બ્રહ્મવાદિન’ અને ‘ઉદબોધન’ નામક માસિક શરૂ કર્યાં. અમેરિકાની બીજી વાર મુલાકાત કરી યુરોપ ગયા.
1901માં પુન: બેલૂર મઠમાં આવ્યા અને પ્રવૃત્તિઓના ભાર તળે એમની તબિયત બગડી. છતાં સક્રિયતા ઘટી નહિ. શિષ્યો વચ્ચે રહ્યા. શાસ્ત્રનું અધ્યયન–અધ્યાપન કર્યું. આજીવન કર્મમાં મગ્ન સ્વામી વિવેકાનંદનું 4 જુલાઈ, 1902ના રોજ અવસાન થયું ત્યારે એમની વય 39 વર્ષ, 5 માસ અને 24 દિવસ હતી. ભૌતિક, બૌદ્ધિક અને આધ્યાત્મિકતાનો સમન્વય સાધવો એ એમનો આદર્શ હતો. મનુષ્ય- જાતિનું કલ્યાણ એમનું ધ્યેય રહ્યું. એ ઈશ્વરના દૂત હતા અને તેમનું સૂત્ર હતું – ‘उत्तिष्ढत जाग्रत प्राप्य वरान्निबोधत ।’
પ્રફુલ્લ રાવલ
IMAGES
VIDEO
COMMENTS
સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવાર [૯] ની પૂર્વસંધ્યાએ સોમવાર તા. ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩ના રોજ કલકત્તા ખાતે શિમલા ...
આ લેખ વિઘાર્થી મિત્રો માટે સ્વામી વિવેકાનંદ નો નિબંધ (swami vivekananda nibandh gujarati ma) અને સ્વામી વિવેકાનંદ અને શિકાગો વિશ્વધર્મ પરિષદ …
Explore Swami Vivekananda E-book collection in Gujarati. Access content, videos, audio & ebooks of Swami Vivekananda.
આ આર્ટીકલમાં સ્વામી વિવેકાનંદ વિશે ગુજરાતીમાં નિબંધ રજુ કર્યો છે જે 250 થી 150 શબ્દોમા છે. Swami Vivekananda Essay in Gujarati and PDF Download
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો સ્વામી વિવેકાનંદ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Swami Vivekananda Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
સ્વામી વિવેકાનંદે રામક્રુષ્ણ પરમહંસની શિક્ષાઓ અને ઉપદેશોનો પ્રસાર કરવા માટે ઇ.સ 1897માં ‘રામક્રુષ્ણ મિશન’ ની સ્થાપના કરી હતી ...
Swami Vivekananda at Parliament of Religions from Wikipedia. [node:summary]આ લેખમાં સદગુરૂ, સ્વામી વિવેકાનંદના જીવનની કેટલી ઘટનાઓ વિષે જણાવે …
સ્વામી વિવેકાનંદ (જ. 12 જાન્યુઆરી 1863, કોલકાતા, બંગાળ; અ. 4 જુલાઈ 1902, કોલકાતા) : ભારતના આધ્યાત્મિક વારસાનું નવસંસ્કરણ કરનાર, અનન્ય ...
NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand) સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને ...
Swami Vivekanand (jivan Charitra) : Free Download, Borrow, and Streaming : Internet Archive. Topics. Generalities, C-DAC, Noida, DLI Top-Up. Collection. digitallibraryindia; JaiGyan. Language. Gujarati. Item Size. …